GST કાઉન્સિલની બેઠકમાં નીચે મુજબના 2 પ્રકારના પ્રસ્તાવિત ફેરફારો છે
A. માલ અને સેવાઓ પરના GST દરોમાં ફેરફાર / ઘટાડો
B. વ્યાપારી સુવિધા માટેના પગલાં
માલ અને સેવાઓ પરના GST દરોમાં ફેરફાર / ઘટાડો
આંતરરાષ્ટ્રીય સ્તરે GST ના કર દરો ઓછા છે (2 તો 3 દર). આ બેઠકમાં GST કાઉન્સિલે કર દરોની સંખ્યા ઘટાડી અને સાથે 12% GST દરને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રસ્તાવિત સુધારેલા દરો સંબંધિત સૂચનાઓ દ્વારા સૂચિત કરવામાં આવશે અને તે 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ કરવામાં આવશે.
કર દરમાં ઘટાડો કરવો એટલે એ અંતિમ ગ્રાહક / સામાન્ય માણસ પર કરનો બોજ ઘટાડવાનો હેતુ છે. કાઉન્સિલે ચોક્કસ ઉત્પાદનોને મુક્તિ ન આપવાનો સભાન નિર્ણય લીધો છે જેથી ખાતરી કરી શકાય કે મુક્તિઓ (ITC ની ઉપલબ્ધતા સાથે) કરવેરાની વ્યાપક અસરમાં પરિણમી ન શકે જે અંતિમ ગ્રાહક / સામાન્ય માણસના ખિસ્સા પર બોજ નાખે છે. GST દર ઘટાડવાની સાથે, કાઉન્સિલે ઇન્વર્ટેડ ડ્યુટી / GST દર માળખા માટેના GST રિફંડના ઝડપી વિતરણ માટે સુધારાઓ અમલમાં મૂકવાના તેમના ઇરાદા વિશે પણ સ્પષ્ટતા કરી છે.
અમે નીચેના કોષ્ટકમાં GST ના દરમાં ઘટાડા / અમુક ફેરફારોનો સારાંશ આપવાનો પ્રયાસ કર્યો છે:
વિગતો |
HSN |
હાલના દરો |
પ્રસ્તાવિત દરો |
---|---|---|---|
UHT દૂધ / પ્રી-પેકેજ અને લેબલ કરેલ છેના (Chhena) / પનીર / પિઝા બ્રેડ / ચપાતી / રોટી / ખાખરા |
0401 / 0406 / 1905 |
5% |
Nil |
કન્ડેન્સ્ડ મિલ્ક / માખણ / ચીઝ / બ્રાઝિલ અથવા અન્ય નટ્સ / ખજૂર / સૂકા ફળો / વગેરે. |
વિવિધ |
12% |
Nil |
કેફીનયુક્ત પીણાં / કાર્બોનેટેડ પીણાં / અન્ય નોન-આલ્કોહોલિક પીણાં |
22029990/ 2202 220291 / 220299 |
28% 18% |
40% 40% |
વિવિધ કૃષિ સાધનો જેમ કે સ્પ્રિંકલર, ટ્રેક્ટર, ખાતર બનાવવાના મશીનો, લણણી (Harvesting) મશીનરી |
પ્રકરણ 84 & 87 |
12% |
5% |
ટ્રેક્ટરના ભાગો અને સ્પેરપાર્ટ્સ |
વિવિધ |
18% |
5% |
નવીકરણ ઉર્જા ઉપકરણો / ભાગો (Renewal Energy Devices / Parts) |
વિવિધ |
12% |
5% |
કાપડક્ષેત્ર સંબંધિત વસ્તુઓ જેમ કે દોરા, યાર્ન, કાર્પેટ, ભરતકામ, વગેરે. |
વિવિધ |
12% |
5% |
વિવિધ અગત્યની દવાઓ |
પ્રકરણ 30 |
12% |
Nil |
સ્ટીમ, મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, સર્જિકલ રબરના મોજા, ગ્લુકોમીટર, દ્રષ્ટિ સુધારવા માટેના ચશ્મા વગેરે જેવી તબીબી વસ્તુઓ. |
વિવિધ |
12% |
5% |
ગ્રાહકની રોજબરોજ ની જરૂરિયાતો જેમ કે વ્યક્તિગત સંભાળના ઉત્પાદનો, રસોડાના વાસણો, ચોક્કસ ફર્નિચર વસ્તુઓ, સુતરાઉ હેન્ડ બેગ, વગેરે. |
વિવિધ |
12% / 18% |
5% |
કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેમ કે એસી, ડીશવોશર, ટીવી સેટ, મોનિટર |
વિવિધ |
28% |
18% |
નાની કાર, મોટરસાયકલ ≤350 સીસી, એમ્બ્યુલન્સ તરીકે મંજૂરી પામેલી મોટર વાહન, ત્રણ પૈડાવાળા વાહનો વગેરે. |
વિવિધ |
28% |
18% |
ખાતર રસાયણો (સલ્ફ્યુરિક એસિડ, એમોનિયા, નાઈટ્રિક એસિડ) |
વિવિધ |
18% |
5% |
સિમેન્ટ |
2523 |
28% |
18% |
સેવાઓ |
|||
જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ (પુનઃવીમા સહિત) |
9971 |
18% |
Exempt |
૭,૫૦૦ રૂપિયા પ્રતિ દિવસ કરતાં ઓછી કિંમતનું હોટેલ રહેઠાણ |
9962 |
ITC સાથે 12% |
ITC વિના 5% |
કોઈપણ મોટર વાહનો દ્વારા પેસેન્જર ટ્રાન્સપોર્ટ સેવાઓ જેમાં ઇંધણ ખર્ચ સામેલ હોય |
9964 |
પ્રતિબંધિત ITC સાથે 5% અથવા સંપૂર્ણ ITC સાથે 12% |
પ્રતિબંધિત ITC સાથે 5% અથવા સંપૂર્ણ ITC સાથે 18% |
ઇકોનોમી ક્લાસ સિવાયના અન્ય વર્ગોમાં મુસાફરોની હવાઈ પરિવહન સેવાઓ |
9964 |
ITC સાથે 12% |
ITC સાથે 18% |
GTA દ્વારા માલ પરિવહન સેવાઓનો પુરવઠો |
9965 |
ITC વિના 5% (FCM અથવા RCM) ITC સાથે 12% |
ITC વિના 5% (RCM અથવા FCM) ITC સાથે 18% |
સુંદરતા અને શારીરિક સુખાકારી સેવાઓ (Beauty and physical well-being services) |
99972 |
ITC સાથે 18% |
ITC વિના 5% |
વિવિધ જોબ વર્ક સેવાઓ |
9988 |
ITC સાથે 12% |
ITC સાથે 5% |
કેસિનો, સટ્ટાબાજી, જુગાર, ઘોડા દોડ, ઓનલાઈન ગેમિંગ, IPL જેવા રમતગમત |
9996 |
28% |
40% |
* નોંધ: Compensation Cess બંધ કરવાનો પ્રસ્તાવ છે અને હવે તેને GST દરમાં જ સમાવવામાં આવ્યો છે.
B. વેપાર સુવિધા માટેના પગલાં
1. રિફંડ માં સુધારા - Working Capital ના ફલૉ ને ઝડપી બનાવવાનો પ્રયાસ
૧ નવેમ્બર ૨૦૨૫ થી નિકાસકારો અને ઇન્વર્ટેડ ડ્યુટી કેસ માટે રિફંડ દાવામા ૯૦% ની રકમની કામચલાઉ (Risk Based Provisional) મંજૂરી ઉપલબ્ધ કરવામાં આવશે.
કુરિયર, પોસ્ટ વગેરે દ્વારા ઓછા મૂલ્યના નિકાસ કન્સાઇન્ટમેન્ટના રિફંડ દાવા માટેના લઘુતમ મર્યાદા રૂ. ૧,૦૦૦/- ને દુર કરવામાં આવશે.
2. GST રજીસ્ટ્રેશન્સનું સરળીકરણ
Auto-Approval દ્વારા ≤ ₹2.5 લાખ/મહિના (સ્વ-મૂલ્યાંકન) ની કર ની જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે GST નોંધણી 3 કાર્યકારી દિવસોમાં. આ યોજનામાં સ્વૈચ્છિક જોડાવાની અને બહાર નીકળવાની સુવિધા હશે.
મલ્ટિપલ રાજ્ય (More than one State) માં તેમના વ્યવસાયના સ્થળેથી ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા સપ્લાય કરતા સપ્લાયર્સને સુવિધા આપવા માટે સરળ નોંધણી યોજના પૂરી પાડવામાં આવશે. આ ઈ-કોમર્સ પોર્ટલની જરૂરિયાતો અનુસાર મલ્ટિપલ રાજ્યોમાં નોંધણી ઇચ્છતા સપ્લાયર્સ દ્વારા સામનો કરવામાં આવતા પ્રક્રિયાગત પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.
૩. ઇન્ટરમિડિયરી સેવાઓ (Intermediary Services) - પ્લેસ ઓફ સપ્લાય Recasted
જો સપ્લાયર/રીસીવર ભારતની બહાર હોય તેવા કિસ્સામાં ઇન્ટરમિડિયરી સેવાઓ (સામાન્ય રીતે એજન્સી અથવા બ્રોકર સેવાઓ તરીકે ઓળખાય છે) માટે સપ્લાયનું સ્થાન સપ્લાયરના સ્થાનથી રીસીવરના સ્થાનમાં બદલવાનો પ્રસ્તાવ છે. આ સુધારો ભારતીય મધ્યસ્થી સેવા નિકાસકારોને નિકાસ લાભોનો દાવો કરવામાં મદદ કરશે (અગાઉ આ ભારતમાં કરપાત્ર હતા).
તેવી જ રીતે, વિદેશી સપ્લાયર પાસેથી પ્રાપ્ત ઇન્ટરમિડિયરી સેવાઓ ભારતમાં કરપાત્ર રહેશે એટલે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (Reverse Charge Mechanism) અંતર્ગત આવશે.
૪. વેચાણ પછીની છૂટછાંટો (Discounts) - મૂલ્યાંકન જોગવાઈઓને કડક બનાવવી
વેચાણ પછીના ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ (GST સાથે) જારી કરવા માટે પૂર્વ-કરાર અને મૂળ ટેક્સ ઇન્વોઇસ સાથે લિંક કરવાની આવશ્યકતા દૂર કરવાનો પ્રસ્તાવ છે.
આમ, CGST કાયદાની કલમ 15(3) અને કલમ 34 ને GST ક્રેડિટ નોટ્સ દ્વારા વેચાણ પછીના ડિસ્કાઉન્ટને મંજૂરી આપવાની જોગવાઈ સાથે જોડવામાં આવશે, જે રીસીવર દ્વારા ITC રિવર્સલને આધીન રહેશે.
આ સુધારાથી GST ક્રેડિટ નોટ્સ દ્વારા વેચાણ પછી ડિસ્કાઉન્ટ આપવાની પ્રક્રિયા સરળ બનશે. જોકે, સપ્લાયર્સે રીસીવરના દ્વારા ITC રિવર્સલની જવાબદારી લેવાનું ચાલુ રાખવું પડશે.
વધુમાં, કાઉન્સિલે વેચાણ પછીના ડિસ્કાઉન્ટ સંબંધિત ચોક્કસ મુદ્દાઓની સ્પષ્ટતા પૂરી પાડવા માટે પરિપત્રો જારી કરવાની ભલામણ કરી છે.
૫. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT)
સપ્ટેમ્બર 2025 ના અંત પહેલા GSTAT કાર્યરત કરવામાં આવશે અને ડિસેમ્બર 2025 ના અંત પહેલા અપીલોની સુનાવણી શરૂ થશે. GSTAT સમક્ષ જુના વર્ષોની અપીલ ફાઇલ કરવાની સમય મર્યાદા 30.06.2026 રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
વધુમાં, GSTAT ની મુખ્ય બેન્ચ એડવાન્સ રૂલિંગ માટે National Appellate Authority તરીકે પણ સેવા આપશે જે એડવાન્સ રૂલિંગમાં સુસંગતતા સુનિશ્ચિત કરશે અને કરદાતાઓને વધુ નિશ્ચિતતા પ્રદાન કરશે.
આ પ્રકાશન દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા CA અથવા નાણાંકીય સલાહકાર ની સલાહ લેશો.