કલમ 194-IB: ભાડા પર નું TDS
જવાબ: કલમ ૧૯૪-IB હેઠળ કોઈપણ વ્યક્તિ અથવા હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) (જે વ્યવસાય ન કરતા હોય અને જો વ્યવસાય હોય તો વ્યવસાય નું પાછલા વર્ષ ના વ્યવસાય નું ટર્નઓવર 1 કરોડ થી ઓછું અને પ્રોફેશનના કિસ્સામાં ટર્નઓવર 50 લાખથી ઓછું) અન્ય કોઈ રેસિડેન્ટ વ્યક્તિ ને જમીન અથવા મકાન અથવા બંને ના ઉપયોગ માટે જો ભાડાપટ્ટા (Tenancy), લીઝ, સબ-લીઝ અથવા અન્ય કોઈપણ વ્યવસ્થા નું ભાડું ચૂકવે છે, તો TDS કાપવાની જવાબદારી ભાડું ચુકાવનાર વ્યક્તિ ની છે.
જવાબ: જો માસિક ભાડું દર મહિને અથવા મહિના ના અમુક દિવસો માટે ₹50,000 થી વધુ હોય તો કલમ 194-IB લાગુ પડે છે.
જવાબ: હા, જો નાણાકીય વર્ષ દરમિયાન કુલ ચુકવણી ₹6,00,000 થી વધુ ન હોય પરંતુ એક મહિના માટે ચુકવણી ₹50,000 થી વધુ હોય, તો પણ તમારે TDSની કપાત કરવી પડશે.
જવાબ: ૧.૧૦.૨૦૨૪ થી TDS નો દર ૨% છે.
જવાબ. TDSની કપાત -
- નાણાકીય વર્ષના છેલ્લા મહિના (એટલે કે માર્ચ) માટે ભાડું જમા કરતી અથવા ચૂકવતી વખતે, અથવા તો
- વરસ ના વચ્ચે તે મહિના માં જયારે મિલકત ખાલી કરી ભાડું જમા કરાવો છો અથવા ચૂકવો છો,
આ બે ઘટનાઓમાંથી જે ઘટના પહેલા થાય ત્યારે કરવામાં આવે છે.
જવાબ: ના, કલમ 194-IB હેઠળ TDS ની કપાત કરવા માટે TAN મેળવવાની જરૂર નથી. તમે તમારા PAN નો ઉપયોગ કરીને TDS જમા કરાવી શકો છો.
જવાબ: કલમ 194-IB અંતર્ગત ફોર્મ 26QC માં "ચલણ-કમ-સ્ટેટમેન્ટ" નો ઉપયોગ કરીને TDSનું પેમેન્ટ કરવાની જરૂર છે. તે આવકવેરાની ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન ભરી શકાય છે.
જવાબ: કલમ 194-IB માટે જે મહિનામાં TDSની કપાત કરી હોય તે મહિનાના અંતથી 30 દિવસની અંદર તમારે TDSનું પેમેન્ટ કરવાનું છે.
જવાબ: જો તમે સમયસર TDS કાપવામાં અથવા જમા કરવામાં નિષ્ફળ જાઓ છો, તો જે TDS રકમ, કાપવામાં અથવા પેમેન્ટ કરવામાં આવી નથી તેના પર વ્યાજ દર 1% દર મહિને અથવા મહિનાના આંશિક ભાગ માટે લાગશે. વ્યાજ ઉપરાંત, ફોર્મ 26QC મોડું ફાઇલ કરવા પર કલમ 234E હેઠળ પ્રતિ દિવસ ₹200ની લેટ ફી અને નોન-ફાઇલિંગ અથવા ખોટી ફાઇલિંગ માટે કલમ 271H હેઠળ દંડ લાગી શકે છે.
જવાબ: હા. ફોર્મ ફઈલ કરી અને TDS જમા કરાવ્યા પછી તેના 15 દિવસ માં, કપાતના પુરાવા તરીકે મકાનમાલિકને કલમ 194-IB અંર્તગત ફોર્મ 16C માં TDS પ્રમાણપત્ર આપવાની જરૂર છે.
કલમ 194M: કમિશન, બ્રોકરેજ, કોન્ટ્રાક્ટ્યુઅલ વર્ક (Contractual Work) અને પ્રોફેશનલ ફી પર TDS
જવાબ: વ્યક્તિ અથવા હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) (જે વ્યવસાય ન કરતા હોય અને જો વ્યવસાય હોય તો પાછલા વર્ષ ના વ્યવસાય નું ટર્નઓવર 1 કરોડ થી ઓછું અને પ્રોફેશનના કિસ્સામાં ટર્નઓવર 50 લાખથી ઓછું) નીચે ઉલ્લેખિત વ્યવહારો માટે જો ચૂકવણી કરે જેમકે:
- કોઈપણ કરાર આધારિત કાર્ય (જેમ કે બાંધકામ, જાહેરાત, કેટરિંગ અથવા મજૂરી પૂરી પાડવી) માટે.
- વ્યાવસાયિક સેવાઓ પૂરી પાડવી (જેમ કે કાનૂની, તબીબી, એકાઉન્ટિંગ, સ્થાપત્ય, એન્જિનિયરિંગ અથવા આંતરિક સુશોભન).
- કમિશન અથવા દલાલી ચૂકવવી (વીમા કમિશન સિવાય).
તો ચુકવણી કરનાર વ્યકતિ અથવા HUF એ TDSની કપાત કરવાની જવાબદારી છે.
જવાબ: આ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે તમે પ્રશ્ન ૧ માં ઉલ્લેખિત વ્યવહારો માટે જો એક જ કોન્ટ્રાક્ટર અથવા વ્યાવસાયિકને નાણાકીય વર્ષ (૧ એપ્રિલથી ૩૧ માર્ચ) માં ₹૫૦ લાખથી વધુ ની રકમ ચૂકવાય.
જવાબ: બધી ચૂકવણીઓ પર TDS દર 2% છે.
જવાબ: TDS કપાત નીચે માંથી જે પેહલા થાય ત્યારે કરવામાં આવે છે:
- જ્યારે તમે ખરેખર પૈસા ચૂકવો છો (રોકડ, ચેક અથવા બેંક ટ્રાન્સફર દ્વારા), અથવા તો
- જ્યારે તમે રકમ કોન્ટ્રાક્ટર અથવા વ્યાવસાયિકના ખાતામાં ફકત જમા કરો છો (એટલે કે પૈસા બેંક માં ટ્રાન્સફર નથી કરતા).
જવાબ: ના, કલમ 194M હેઠળ TDS કાપતા વ્યક્તિઓ અથવા HUF ને TAN મેળવવાની જરૂર નથી. તમે તમારા PAN નો ઉપયોગ કરીને TDS જમા કરાવી શકો છો.
જવાબ: તમારે ફોર્મ 26QDમાં "ચલણ-કમ-સ્ટેટમેન્ટ"નો ઉપયોગ કરીને TDSનું પેમેન્ટ કરી શકો છો. સામાન્ય રીતે આવકવેરાની ઈ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા ઓનલાઈન ભરી શકાય છે.
જવાબ: જે મહિનામાં TDS કાપ્યો હોય તે મહિનાના અંતથી 30 દિવસની અંદર તમારે TDSનું પેમેન્ટ કરવાનું છે. ઉદાહરણ તરીકે, જો તમે જુલાઈમાં TDS કાપો છો, તો તમારે તેને 30 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવો પડશે.
જવાબ: જો તમે સમયસર TDS કાપવામાં અથવા જમા કરવામાં નિષ્ફળ જાઓ છો, તો જે TDS રકમ કાપવામાં અથવા પેમેન્ટ કરવામાં આવી નથી તેના પર વ્યાજ દર 1% દર મહિને અથવા મહિનાના આંશિક ભાગ માટે લાગશે. વ્યાજ ઉપરાંત, ફોર્મ 26QD મોડું ફાઇલ કરવા પર કલમ 234E હેઠળ પ્રતિ દિવસ ₹200ની લેટ ફી અને નોન-ફાઇલિંગ અથવા ખોટી ફાઇલિંગ માટે કલમ 271H હેઠળ દંડ લાગી શકે છે.
જવાબ: હા. ફોર્મ ફઈલ કરી અને TDS જમા કરાવ્યા પછી તેના 15 દિવસ માં, તમે TRACES પોર્ટલ પરથી ફોર્મ 16D ડાઉનલોડ કરી શકો છો અને તે વ્યક્તિને આપી શકો છો જેની ચુકવણી પર TDS ની કપાત કરી છે.
*****
આ પ્રકાશન તા. ૩૧/૦૮/૨૦૨૫ ના છપાયેલ CVOCA જ્ઞાન ગંગા - ૨૪ સાથે વાંચવું.
આ પ્રકાશન દ્વારા જાગૃતિ લાવવાનો હેતુ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા CA અથવા નાણાંકીય સલાહકાર ની સલાહ લેશો.