પરિચય
ભારતીય લેબર કાયદાના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપે, સરકારે ચાર લેબર કોડ લાગુ કરવાની જાહેરાત કરી છે, જે 21 નવેમ્બર, 2025 થી અમલમાં આવશે. વર્તમાન ના 29 કાયદા નાબૂદ થશે અને તેની જગ્યાએ નીચે ના 4 નવા લેબર કોડ અમલમાં આવશે:
- કોડ ઓન વેજિસ, ૨૦૧૯ ("Wages Code");
- કોડ ઓન સોશ્યિલ સેક્યુરીટી, ૨૦૨૦ ("SS Code");
- ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્ક કન્ડિશન કોડ, ૨૦૨૦ ("OSH Code"); અને
- ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન્સ કોડ, ૨૦૨૦ ("IR Code")
આ પ્રકાશનમાં અમે લેબર કોડમાં કરાયેલ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જે નોકરીદાતા અને કર્મચારીઓને જાણવા જેવા છે તેની ઝાંખી નીચે મુજબ છે:
કમ્પ્લાયન્સ માં સરળતા
29 કાયદાઓ ને નાબૂદ કરી 4 નવા કોડ લાગુ થશે. સિંગલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ડિજિટલ ફાઇલિંગ ની સુવિધા. સામાજિક સુરક્ષા લાભો હવે એક રાજ્ય થી બીજા રાજ્ય માં સરળ રીતે આધાર લિંકે દ્વારા પોર્ટ થશે.
સાર્વત્રિક લઘુત્તમ વેતન
બધાજ કામદારોને (કોઈપણ ક્ષેત્રના - સંગઠિત, અસંગઠિત અને અનુસૂચિત) હવે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત પ્રમાણિત લઘુત્તમ વેતન ચુકવણીની સુવિધા મળશે.
વેતન ની વ્યાખ્યા
હવે "વેતન" એટલે બેઝિક પગાર + મોંઘવારી ભથ્થા + જાળવણી ભથ્થાઓ નો સમાવેશ થશે. હવે બેઝિક પગાર કર્મચારીઓના CTC ની રકમનું ઓછામાં ઓછા 50% હોવું જરૂરી છે.
કામના કલાકો અને ઓવરટાઇમ
નોકરીદાતાઓએ હવે કામના કલાકો દિવસ દીઠ 8 કલાક અને અઠવાડિયા દીઠ 48 કલાક સુધી મર્યાદિત કરવા પડશે. ઓવરટાઇમ માટે વધારાનો પગાર આપવો પડશે જે નિયમિત પગાર દરના ઓછામાં ઓછા ૨ ગણો હોવો જરૂરી છે. ઓવરટાઇમ મર્યાદા ત્રણ મહિના દીઠ 125 કલાક કરવામાં આવી છે.
લૈંગિક સમાનતા
સ્ત્રી પુરુષ માટે સમાન પગાર, શરતો અને તકો પ્રસ્તાવિત છે. મહિલાઓને તેમની સંમતિ લઇ રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પણ મંજૂરી છે અને નોકરીદાતા દ્વારા મહિલા કર્મચારીઓને ફરજિયાત સલામતી અને સુરક્ષાના પગલાં પૂરા પાડવા જરૂરી છે.
સમયસર વેતન ચુકવણી
૧૦૦૦ થી ઓછા કર્મચારીઓના કિસ્સામાં આગામી મહિનાની ૭ તારીખની અંદર વેતન ચૂકવવાનો રહેશે અને ૧૦૦૦ થી વધુ કર્મચારીઓના કિસ્સામાં આગામી મહિનાની ૧૦ તારીખની અંદર વેતન ચૂકવવાનો રહેશે. રાજીનામું/બરતરફી/ કાઢી નાખવા ના કિસ્સામાં ૨ દિવસ માં ફુલ અને ફાઇનલ રકમ આપવી રહેશે.
ગિગ અને પ્લેટફોર્મ વર્કર લાભો
સામાજિક સુરક્ષા જોગવાઈઓ હવે ગિગ (ફ્રીલાન્સર્સ/એપ આધારિત વર્કર) અને ઓનલાઈન પ્લેટફોર્મ (સ્વિગી/એમેઝોન ડિલિવરી પાર્ટનર્સ) વર્કરો ને પણ લાગુ થશે.
ગ્રેચ્યુઇટી માટે પાત્રતા ની અવધિ માં ઘટાડો
ફિક્સ ટર્મ માટે કામ કરનાર કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી માટે પાત્રતાની અવધિ સળંગ પાંચ વર્ષની ઘટાડીને માત્ર એક વર્ષ કરવામાં આવી છે. જોકે, કાયમી કર્મચારીઓ માટે હજુ પણ 5 વર્ષની અવધિ ચાલુ રહેશે (મૃત્યુ/અપંગતા સિવાય).
ESIC કવરેજ
ESIC ની જોગવાયીઓ સમગ્ર ભારત માં લાગૂ કરવામાં આવી છે. 10 થી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે સ્વૈચ્છિક અને 10 અથવા 10+ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે ફરજિયાત.
છટણી (લે-ઑફ) ને લગતા બદલાવ
300 જેટલા કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ સરકારની પૂર્વ મંજૂરી વિના છટણી (લે-ઑફ) કરી શકે છે. જોકે, નોકરીદાતાઓએ હજુ પણ Reskilling Fund (છટણી કરાયેલા કામદાર દીઠ 15 દિવસનું વેતન) ચૂકવવું પડશે.
આરોગ્યસંભાળ
40 વર્ષથી વધુ ઉંમરના તમામ કામદારો માટે મફત વાર્ષિક આરોગ્ય તપાસ ફરજિયાત.
લેખિત નિમણૂક પત્ર
બધા કામદારોને નિમણૂકનો લેખિત પત્ર જેમાં કામને લગતી શરતો સ્પષ્ટ કરેલ હોયતે આપવું ફરજિયાત છે. આ કાયદો અનૌપચારિક અથવા ગિગ-વર્ક માટે પણ લાગુ પડે છે.
વિવાદો નું નિરાકરણ
બે સભ્યોવાળા ટ્રિબ્યુનલ નોકરીદાતાઓ અને કર્મચારીઓ વચ્ચેના વિવાદોનો ઝડપી ઉકેલ સુનિશ્ચિત કરશે. ઉપરાંત, 20+ કામદારો ધરાવતી દરેક સંસ્થામાં ફરિયાદ નિવારણ સમિતિ હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછી 1 મહિલા સભ્ય હોવી ફરજિયાત છે.
હડતાળ માટે ફરજિયાત સૂચના
હડતાળ માટે 14 દિવસની આગોતરી સૂચના જરૂરી છે જેથી નુકસાન કરનાર પ્રવૃત્તિ ને રોકી શયકાય છે.
મહત્વપૂર્ણ નોંધ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેબર કોડ ના અંતિમ નિયમો સૂચિત કરવાના બાકી છે પરંતુ ટૂંક સમયમાં તે સૂચિત કરશે. ટ્રાન્સીશન (Transition) દરમ્યાન, હાલના શ્રમ કાયદાઓ અને તેમના સંબંધિત નિયમો, વિનિયમો, સૂચનાઓ, વગેરેની સંબંધિત જોગવાઈઓ અમલમાં રહેશે.
આ પ્રકાશનનો હેતુ માત્ર જાગૃકતા લાવવાનો છે. તેમાં આપેલ માહિતીના આધાર પર કોઈપણ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા સલાહકારની સલાહ અવશ્ય લો.